ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતા હળવદના ૧૪ શિક્ષકોને સરા ચોકડીએ જ રોકી દેવાયા ગાંધીનગર ખાતે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતા હળવદ તાલુકાના ૧૪ શિક્ષકોને કારના કાફલા સાથે જ રોકી દેવાયો હતો જેમાં શિક્ષકોની કારને હળવદની સરા ચોકડીએ અટકાવી હળવદ પોલીસે શિક્ષકોની અટકાયત કરી નજર કેદ કરી દીધા હતા. રાજયભરમાં પ્રાથમિક શિક્ષકો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે ત્યારે આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકો તેમના પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડીને તબક્કાવાર લડત શરૂ કરી છે. થોડા સમય અગાઉ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પ્રતિક ધરણા સહિતના આંદોલાત્મક કાર્યક્રમો યોજીને સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. દરમિયાન આજે રાજયભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે ગાંધીનગર ખાતે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના ૧૪ શિક્ષકો ગાંધીનગરમાં ઘેરાવ કરી વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા કારના કાફલા સાથે રવાના થયા હતા પરંતુ શહેરની સરા ચોકડીએ હળવદ પી.આઈ. એમ.આર. સોલંકી, વિક્રમસિંહ, ગંભીરસિંહ ચૌહાણ, વિપુલભાઈ, બિપીનભાઈ પરમાર સહિત પોલીસ સ્ટાફે શિક્ષકોની અટકાયત કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en