શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પરંપરાગત રીતે કરાતી વિશ્વકર્મા જ્યંતીની ઉજવણી મોકૂફ રાખી મોરબી : દર વર્ષે વિશ્વકર્મા જ્યંતીની ધામધૂમથી ઉજવણી કરતા આવેલા મોરબી ગુર્જર સુથાર સમાજે કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તથા એમના પરિવાર ઉપર આવી પડેલી વિપદામાં સાંત્વના આપવા માટે ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા જ્યંતીની ઉજવણી અત્યંત સાદાઈ પૂર્વક કરી હતી. શહેરમાં કાઢવામાં આવતી ભવ્ય શોભાયાત્રા મોકૂફ રાખવાની સાથે ઘણા દિવસોથી કરવામાં આવતી તૈયારીના પરિપાક રૂપે નાટક તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તેમજ મહાનુભવોનું સન્માન કરવામાં આવનાર હતું જે પણ રદ કરવામાં આવ્યું હતું. તા. ૧૭ ફેબ્રુઆરીના દિવસે સવારે વિશ્વકર્મા મંદિરે સમૂહ દર્શન બાદ સાંજે એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં હજારો ગુર્જર સુથાર પરિવારના સભ્યોએ બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. જ્યંતીભાઈ ભાડેશીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ સમસ્ત પાસેથી શહીદોના પરિવાર માટે ધનરાશી એકઠી કરવામાં આવી હતી. જે શહીદોના પરિજનોને અર્પણ કરવામાં આવનાર છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en