જેતપરનો શખ્સે શ્રીજી જવેલર્સ શોરૂમમાંથી ખીરીદીના બહાને છેતરપીંડી કર્યાની ફરિયાદ મોરબી : મોરબીના શ્રીજી જવેલર્સ શોરૂમમાં જેતપરનો શખ્સ સોના ચાંદીના લઈને ઘરે માતાપિતાને બતાવવા જવાનું કહીને રૂ.1.36 લાખની કિંમતના દાગીના લઈને નાસી છૂટ્યો હતો. બાદમાં જવેલરીના શોરૂમના માલિકે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ છેતરપીંડીના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જૈન દેરાસર સામેના શ્રીજી જવેલર્સ શો રૂમ ધરાવતા તરુણભાઈ મહેન્દ્રભાઈ રાણપરાએ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જીતુભાઇ મનસુખભાઇ જાકાસાણીયા સામે રૂ. 1.36 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.29 જાન્યુઆરીના રોજ આરોપી તેમના જવેલરીના શોરૂમમાં દાગીનાની ખરીદીના બહાને આવ્યો હતો અને તેમને સોનાચાંદીના ઘરેણાં દેખાડતા તેમાંથી 18 કેરેટનું સોનાનું જેન્સ બ્રેસલેટ તેમજ બીજા ઇમિટેશના દાગીના મળીને કુલ રૂ.1.36 લાખના દાગીના લઈને પોતાના ઘરે માતા પિતાને બતાવવા લઈ જાઉં છું તેમ કહીને આ શખ્સ દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હતો. આજદિન સુધી દાગીના પરત લઈને ના આવતા જવેલરી શોરૂમના સંચાલકે તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલોસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en