ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને સન્માનભેર મદદરૂપ થવા ઉદારહાથે અનુદાન આપ્યું મોરબી : જમ્મુ કાશ્મીરમાં સી.આર. પી.એફ.ના જવાનોના કાફલા પર થયેલા આંતકી હુમલાને પગલે શહીદોના પરિવારોને મદદરૂપ થવા સર્વત્ર અનુદાનની અવિરત સરવાની વહી રહી છે.ત્યારે મોરબી જિલ્લાની ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને મદદરૂપ થવા છુટ્ટાહાથે આનુદાનની સરવાની વહાવી હતી આથી મોરબી જિલ્લા સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદોના પરિવાર માટે રૂ. 34.65 લાખનો માતબર રકમનો ફાળો એકઠો કરાયો છે. કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં ભારતમાતાના 44 જેટલા વીર સપૂતોએ શહીદી વહોરી હતી .સમગ્ર દેશની સુરક્ષા માટે પ્રાણની આહુતિ આપના આ વીર જવાનોની વીરગતિથી સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે અને ભારે શોક સાથે શહીદોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી અપર્ણ કરીને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે આનુદાનની સરવાણી વહી રહી છે.ત્યારે સંવેદનશીલ મોરબી વાસીઓમાં શહીદોના પરિવારોને મદદરૂપ થવા સર્વેદનના પુર ઉમટ્યા છે.ત્યારે બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી શાળાઓ શહીદોની વ્હારે આવીને અનુદાન સરવાની વહાવી હતી.મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પ્રેરણાદાયી પહેલા તમમાં ખાનગી શાળાઓએ વધાવી લઈને વિધાર્થીઓ તેમજ શિક્ષકો અને શાળા સંચાલકો સહીતનાએ શહીદોના પરિવારોને મદદરુપ થવા માટે ઉદારહાથે ફાળો નોંધાવ્યો હતો તેથી મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદોના પરિવારો માટે રૂ.34.65 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે તે બદલ આ સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ શહીદો માટે અનુદાન આપનાર તમામ શાળાઓનો દિલથી આભાર માન્યો છે. શહીદોના પરિવાર માટે અનુદાન આપનાર શાળાઓની યાદી નીચે મુજબ છે. 1. નવયુગ ગ્રૂપ ઓફ અજ્યું। મોરબી 351000 1. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ 351000 2. નિર્મલ વિદ્યાલય મોરબી 250000 2. નાલંદા વિદ્યાલય મોરબી 250000 3. એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ હડમતીયા 212121 4. મહર્ષિ ગુરુકુલ હળવદ 151000 5. ઉમાં વિધાસંકુલ મોરબી 111111 5. નીલકંઠ વિદ્યાલય મોરબી 111111 6. નવનિર્માણ વિદ્યાલય મોરબી 101010 7. જ્ઞાનપથ વિદ્યાલય મોરબી 100000 8. આર્ય વિદ્યાલયમ ટંકારા 85000 9. ઓમ વિદ્યાલય ટંકારા 75000 9. તપોવન વિદ્યાલય મોરબી 75000 10. ન્યુ વિઝન સ્કૂલ ટંકારા 70000 11. સર્વોપરી સ્કૂલ નવા સાડુલકા 65000 12. રાંદલ વિદ્યાલય મોરબી 55555 12. સત્યમ વિદ્યાલય મોરબી 55555 12. વિવેકાનંદ સાયન્સ સ્કૂલ, હળવદ 55555 13. મંગલમ સ્કૂલ, હળવદ 51000 13. ભક્તિ સંકુલ આમરણ 51000 13. નવદીપ વિદ્યાલય લાલપર 51000 13. નવસર્જન વિદ્યાલય 51000 13. વલ્લભી વિદ્યાપીઠ 51000 13. આર્યવત સ્કૂલ લક્ષ્મીનગર 51000 13. નવજીવન વિદ્યાલય 51000 13. સદભાવના વિદ્યાલય 51000 14. વિનય વિદ્યામંદિર 50000 14. ક્રિષ્ના સ્કૂલ 50000 15. યુનિક સ્કૂલ 44444 16. યુનિક વિદ્યામંદિર 41001 17. સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ 40000 18. નવજ્યોત વિદ્યાલય 38000 19. સરદાર પટેલ વિદ્યાલય હળવદ 35000 20. સરદાર પટેલ વિદ્યાલય ટંકારા 28400 21. જ્ઞાનદીપ વિદ્યાલય 25000 22. જ્ઞાંજ્યોત વિદ્યાલય 21000 22. મોડર્ન વિદ્યાલય 21000 22. ચિંતન વિદ્યાલય 21000 23. તક્ષશિલા વિદ્યાલય 15000 24. બ્રિલીઅન્ટ સ્કૂલ 11111 25. એચ.ઇ.એસ સ્કૂલ 11051 26. લાઇફ લિંક્સ વિદ્યાલય 11000 27. આંબેડકર પ્રાઈમરી સ્કૂલ 10000 28. રોયલ પ્રાઈમરી સ્કૂલ 9100 29. કુબેર પ્રાથમિક શાળા 9000 30. અમૃતમ વિદ્યાલય 7700 31. રાજશ્રી વિદ્યાલય 6300 32. રંગ માધ્યમિક શાળા 6017 33. જીનીયસ સ્કુલ 3000 34. આદર્શ વિદ્યાલય 2100 35. સહયોગ વિદ્યાલય 1100 કુલ ટોટલ રૂપિયા : 34,65,342