મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે રાજપર ગામે જુગારની રેડ કરી ત્યાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ.24200ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફના માહિપતસિંહ ઝાલા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઇ પટેલ, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાભરા,ચંદ્રસિંહ પઢીયાર સહિતનાએ ચોક્કસ બાતમીના આધારે રાજપર ગામે જુગારની રેડ કરી હતી.જેમાં પોલીસે રાજપર ગામની સીમમાં રાજપર નસીતપર રોડ ઉપર બંગલા નજીક તળાવના કાંઠે જુગાર રમતા અરજણભાઈ જીવરાજભાઈ મારવણીયા, ધર્મેન્દ્રભાઈ ઉફે ટીનો ચતુરભાઈ બોપલીયા, રમેશભાઈ છગનભાઇ મારવણીયાને રૂ.24200ની રોકડ રકમ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.