મોરબી : મોરબીના ખારચીયા ગામના યુવાને મોરબીના શનાળારોડ ઉપર આવેલા નવા બસસ્ટેશન પાસે પોતાની મેળે હાથ ઉપર કોઈ ઈન્જેકશન મારી લેતા સારવારમાં રાજકોટ ખસેડાયો છે. હાલ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ખારચીયા ગામના હાર્દિક દિનેશભાઈ શેરસીયા (ઉ.વ.22)એ મોરબી નવા બસસ્ટેશન પાસે પોતાની મેળે પોતાના જ હાથમાં કોઈ ઈન્જેકશન મારી દેતા હાર્દિકને રાજકોટની દોશી હોસ્પિટલે લઈ જવાયો હતો. આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી છે. હાલ યુવાને આ રીતે ઇન્જેક્શન કેમ માર્યું તે અને સેનું ઇન્જેક્શન હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.