હેવી વિજલાઈન પસાર થવાની હોવાથી અકસ્માતનું જોખમ ટાળવા એંગલ નખાઈ મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ નટરાજ રેલ્વે ફાટક પર હેવી વીજલાઇન પસાર થવાની હોવાથી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સલામતીના ભગરૂપે ત્યાં ભારે વાહનોનો પ્રવેશ અટકાવવા લોખડની એંગલ નાખી દેવામાં આવી છે.ત્યારે ભારે વાહનોની અવરજવર બંધ થવાથી ટ્રાફિકમાં પણ રાહત થશે. મોરબીના સામાકાંઠે પી.પી.ડબ્લ્યુ પોસ્ટઓફિસ નજીક ભડિયાદ રોડ ઉપર આવેલી નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલી ફાટક પર ભારે વાહનોની અવરજવર બધ કરવા માટે ત્યાં લોખંડની એગલની આડશ મુકવામાં આવી છે.આથી મસમોટા વાહનોની ત્યાંથી અવરજવર બધ થઈ ગઈ છે.આ અંગે રેલ્વે ફાટકમેને જણાવ્યુ હતુ કે આ નઝરબાગ ફાટક પરથી હેવી વિજલાઇન પસાર થવાની છે તેથી મોટા વાહનો જો આ વીજલાઇનને અડકી જય તો મોટી દુર્ઘટના થવાની ભીતિ હોવાથી સલામતીના ભગરૂપે રેલવેતત્ર દ્વારા આ ફાટક પર ભારે વાહનોની પ્રર્વેશબધી માટે ત્યાં લોખડની એંગલ નાખવામાં આવી છે તેથી હવે આ ફાટક પર હેવી વાહનોની અવરજવર બધ થતા ટ્રાફિકને રાહત થઈ છે.