અકસ્માતને કારણે વાહનચાલકો અટવાયા ટંકારા : રાજકોટ મોરબી રોડ પર ધરતીધન હોટલ પાસે આજે સવારે એક ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે રોડ પર એકાદ કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંતે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહન હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. બનાવ અંગે મળતી વધું વિગતો મુજબ આજે સવારે લગભગ ૯:૩૦ વાગ્યે ટંકારાની લજાઇ ચોકડી પાસે આવેલી ધરતીધન હોટલ પાસે રિલાયન્સ પેટ્રોલિંગનો ટ્રક રોડની કડની નીચે આવી ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનચાલકો આગળ નીકળવાની લ્હાયમાં રોગસાઈડમાં વાહનો આડેધડ ચલાવતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. રોડની બંને બાજુ વાહનોના થપ્પા લાગી જતા એકાદ કલાક સુધી ટ્રાફિકજામમાં વાહન ચાલકોએ ફસાવું પડ્યું હતું. અંતે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત ટ્રકને ક્રેનથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.