મોરબી : મોરબીના શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાના વ્યાસાસને રામેશ્વરમમા શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા આગામી ૧૫ થી ૨૩ માર્ચ સુધી યોજાશે. આ કથામાં ૧૫મીએ પોથી યાત્રા, શિવ મહાત્મ્ય, ૧૬મીએ શિવ પ્રાગટ્યોત્સવ,૧૭મીએ સતી ચરિત્ર, ૧૮મીએ શિવ વિવાહ,૧૯મીએ ગણેશ જન્મ, ૨૦મીએ એકાદશ રુદ્ર કથા, ૨૧મીએ દ્વાદશ જ્યોર્તિલિંગ કથા અને ૨૩મીએ કથાની પુર્ણાહુતી થશે.આ કથાનું રસપાન દરરોજ સવારે ૯ થી ૧: ૩૦ દરમિયાન મોરબીવાળા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડયા પોતાની આગવી શૈલીમાં કરાવશે.