મોરબી : મોરબીના એક શખ્સને તાલુકા પોલીસે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર જિલ્લા હદપાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે રહેતા નિલેશ નાગજીભાઈ દેગામા ઉ.વ.૨૭ ને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમના આધારે તાલુકા પોલીસે જિલ્લા હદપાર કર્યો છે. મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર જિલ્લામાંથી પણ આ શખ્સને એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો છે.