મોરબી :જમ્મુ કાશ્મીરના પુલાવા સી.આર.પી.એફના જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આંતકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે.આખો દેશ આવી દુઃખદ આપતિના સમયે શહીદ પરિવારોની પડખે અડીખમ ઉભો રહીને ભારે સંવેદના સાથે ભારતમાતાના વીર સપૂતોની દેશભાવનાને સલામી આપી રહ્યો છે.ત્યારે મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ મીણબત્તી પેટાવી કેન્ડલ માર્ચ યોજી હતી અને બે મિનિટ મૌન શહીદોને પાળીને શ્રદ્ધાંજલી આપી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en