મોરબી : પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારો માટે મોરબી આઇટી એસોસિએશન દ્વારા રૂ. ૫૦ હજારનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. કાશ્મીરના પુલવામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કરતા સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. આ જવાનોના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે મોરબીવાસીઓ ઉદાર હાથે સહાય કરી રહ્યા છે. ત્યારે મોરબીના આઇટી એસોસિએશને પણ આગળ આવીને રૂ. ૫૦ હજારનો ફાળો એકત્ર કર્યો છે.