મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારના લાભાર્થે મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસિએશન રૂ. ૫ લાખની સહાય અર્પણ કરશે. આ સાથે તેઓએ હુમલાની ઘટનાને વખોડતા જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું. આવેદનમાં મોરબી જિલ્લા બિલ્ડર્સ એસો.દ્વારા જણાવાયું હતું કે પુલવામાં સૈન્યના જવાનો પર થયેલો હુમલોએ દરેક નાગરિક અને દેશભક્તો પર થયેલો હુમલો છે. આ હુમલા બદલ આતંકીઓ સામે સરકાર કડક પગલા ભરે તેવી બિલ્ડર્સ એસોસિએશનની માંગ છે.