મોરબી : મોરબીના કોલ એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેમાં ગઈ કાલે રૂ. ૯ લાખથી વધુ રકમનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે આજે વધીને 17 લાખ ઉપર પોહચી ગયો છે. કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર આ શહીદોના પરિવારને આધાર છીનવાયા બાદ વધુ તકલીફ ન પડે તે માટે સીરામીક એસોસિએશનની સાથે સાથે કોલ એસો. દ્વારા પણ ફાળો એકત્ર કરવાનું સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. કોલ એસો. દ્વારા ફાળાની જાહેરાત કરવામાં આવ્યાને ગણતરીના કલાકોમાં જ સભ્યોએ અનુદાનની સરવાણી વહાવી દીધી હતી. અત્યાર સુધીમાં કોલ કોર્પોરેશન દ્વારા ફાળામાં રૂ. 17 લાખથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હોવાનું કોલ એસો. ના આગેવાન જીજ્ઞેશભાઇ કૈલાએ જણાવ્યું હતું.\ મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en