મોરબી : મોરબીમાં એક મહિલાએ આપઘાત કરી લીધા બાદ તેઓની અંતિમ વિધિ કરી શકે તેવુ કોઈ ન હોય સેવાભાવી અગ્રણીઓએ તેઓની અંતિમ વિધિ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના એક કારખાનામાં પરપ્રાંતીય મહિલાએ પતિ સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા આપઘાત કર્યો હતો. ત્યારબાદ આ મહિલાની અંતિમ વિધિ કરી શકે તેમ કોઈ ન હોય જેથી સરકારી હોસ્પિટલના હસીનાબેન લાડકા તથા પચમુખી હનુમાનજી મંદિરના સેવાભાવી સભ્યોએ મહિલાની અંતિમ વિધિ કરી તેઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en