મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે શાંતિવન પ્રાથમિક શાળાના શિક્ષક શિવલાલ ભગવાનજીભાઈ કાવરની વરણી કરવામાં આવી છે. આ સાથે મહામંત્રી તરીકે ઈન્દીરાનગર પ્રાથમિક શાળાના શિક્ષક અને યંગ ઇન્ડિયા ગ્રૂપના મેમ્બર રોહિતભાઈ આદ્રોજાની બિનહરીફ વરણી થઈ છે. આ નવી વરણીને શિક્ષકોએ આવકારીને નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en