હળવદ સહિત જિલ્લામાં સેનાનું સંગઠન ચેતવંતુ બનાવવા પપુભાઈ ઠાકોરને વધુ એક જવાબદારી સોંપાઈ હલવદ : હળવદ-ધ્રાંગધ્રાના ઠાકોર સમાજના યુવાનોના આદર્શ અને માર્ગદર્શક એવા યુવા અગ્રણી પપુભાઈ ઠાકોરને તાજેતરમાં જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સંગઠન મંત્રી પદે નિયુકતી કરાઈ હતી. ત્યારે પ્રદેશ કક્ષાએથી વધુ એક જવાબદારી સોંપાતા મોરબી જિલ્લાના ઠાકોર સેનાના પ્રભારી તરીકે નિમણુંક કરાઈ છે. તાજેતરમાં જ ધ્રાંગધ્રા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને સંગઠન અંગેની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હળવદ - ધ્રાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપુભાઈ (છત્રસિંહ) ઠાકોરને પ્રદેશ સંગઠનની સાથે સાથે મોરબી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રભારી પદે નિયુકતી કરાઈ છે. જેથી આગામી દિવસોમાં હળવદ સહિત મોરબી જિલ્લામાં ઠાકોર સેનાનું સંગઠન ચેતવંતુ બનશે. આ તકે પપુભાઈ ઠાકોરે યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, માત્ર ભીડ કે ટોળું ભેગું કરવાથી સંગઠન નથી રચાતું, કારણ કે ભીડ કે ટોળાને લક્ષ્ય હોતા નથી. જે સંગઠનમાં એક દિશા, એક લક્ષ્ય તેમજ એક ગતિ હોય પરંતુ તેમાં બે - ચાર વ્યકિત જ હોય પણ તે સંગઠનની શકિત ટોળા કરતા લાખ ઘણી વધારે હોય છે. અલ્પેશજી ઠાકોરએ જે વિચારધારા સમાજને શિક્ષિત, વ્યસનમુકત અને રોજગારી તરફ વાળવાનો જે સંકલ્પ અને દિશા આપી છે તે દિશામાં યુવાનોને એકજુટ થઈ વાદ-વિવાદ મુકીને સમાજના વિકાસના હકારાત્મક કામો હાથ ધરીને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત પપુભાઈ (છત્રસિંહ) ઠાકોરને મોરબી જિલ્લા પ્રભારી તરીકે નિયુકત કરાતા સમાજના આગેવાનો સહિત યુવાઓએ શુભેચ્છા પાઠવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en