મોરબી : મોરબીમાં આવતીકાલે ગુરૂવારે સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ સ્વાઈન ફલુનો કહેર દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ત્યારે લોકો અગાઉથી જ સ્વાઈન ફલૂ સામે સુરક્ષા કેળવી શકે તેવા આશયથી જનરલ હોસ્પિટલ ખાતે આવતીકાલે ગુરૂવારે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાના વિનામૂલ્યે વિતરણનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en