કારખાને લોડરનો ધક્કો જીવલેણ બન્યો વાંકાનેર : વાંકાનેરમાં અગ્રણી ઉધોગપતિનું તેમની ફેકટરીમાં એક અકસ્માતમાં મોત નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે. વાંકાનેરના આ અગ્રણી ઉદ્યોગપતિ અને અંબિકા રિફેકટરીવાળા રસિકભાઈ ચુનીભાઇ રાજવીર ઉ.વ. ૫૭ કે જેઓ મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, વાંકાનેર સિરામિક એસોસિયેશનનાં ઉપપ્રમુખ, વાંકાનેર લોહાણા મહાજનના ઉપપ્રમુખ તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. આજે સવારે તેઓ પોતાના કારખાને હતા ત્યારે અકસ્માતે લોડરનો ધક્કો લાગતાં ગંભીર ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજપરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.આ બનાવની જાણ થતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને બહોળી સંખ્યામાં દોડી ગયા હતા.અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.મૃતકની અંતિમ યાત્રા આજે સાંજે ૭:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને જીનપરા શેરીનંબર ૩ (પ્રતાપપરા)થી નીકળશે.