મોરબી : મોરબીમાં દારૂ ઢીંચીને ફરતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે વાંકાનેર પોલીસે બે તેમજ હળવદ પોલીસે એક શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબી પોલીસે રવાપર ધૂનડા રોડ પરથી ભીખુ ઉર્ફે ગોપાલ રામભાઈ કામળિયા, વિશિપરામાંથી બટુક ધનજીભાઈ સોલંકી અને ધીરૂ ધનજીભાઈ સોલંકીને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. જ્યારે વાંકાનેર પોલીસે જગદીશ જેરામભાઈ વોરા અને સુરેશ ખેંગાર પરમારને તેમજ હળવદ પોલીસે જીતેન્દ્ર વશરામભાઈ ઝીંજુવાડીયાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en