પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર તેમજ ચાર બ્રોન્ઝ મેડલ મેળવી મોરબીનું ગૌરવ વધારતા 'વિનય એક્ટિવિટી સેન્ટર & શોટોકોન કરાટે એકેડેમીના તારલા મોરબી : ગત તા. ૩ ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે આયોજિત થયેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં મોરબીના ૮ બાળ કરાટે ખેલાડીઓએ પોતાની ક્ષમતા બતાવતા કુલ ૧૪ મેડલ જીતીને મોરબી તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશના વિવિધ પ્રાંતો ઉપરાંત શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા દેશોમાંથી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા કરાટે ખેલાડીઓ સાથે સીધી ટક્કરમાં ઉતરેલા મોરબીના કરાટે ચેમ્પિયનોએ અલગ અલગ વજનની કેટેગરીઓમાં જોરદાર લડત આપીને શોટોકાન કપ ટુર્નામેન્ટમાં વિજયી પ્રદશન કર્યું હતું. જેમાં પલ શેરસિયાએ ૨ ગોલ્ડ મેડલ, ભવ્ય બોડાએ ૨ ગોલ્ડ, રાજેશ ખાણધારે ૨ સિલ્વર, પ્રાચી ધોરીયાણીએ ૨ સિલ્વર, ધ્રુવ કુંડારિયાએ ૧ ગોલ્ડ તેમજ ૧ સિલ્વર મેડલ, દીપ દેથરીયાએ ૨ બ્રોન્ઝ મેડલ, મિલન વસણીયાએ ૧ બ્રોન્ઝ અને શ્રુષ્ટિ મોદીએ ૧ બ્રોન્ઝ મેડલ મેળવીને મોરબી સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિનય એક્ટિવિટી સેન્ટર એન્ડ શોટોકાન કરાટે એકેડેમીમાં ટ્રેનર વાલજીભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ચેમ્પિયનો ઉપર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en