જામ દુધઈ ખાતે આજથી 40 વર્ષ પહેલા તારીખ 4/2/1979ના રોજ બ્રહ્મલીન થયેલા ગામના સંત ગોપાલદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિતે તારીખ 13ને બુધવારે એટલેકે આજે જામ દુધઇમાં ધામધૂમથી ઉજવાશે, જેમાં સાંજે 4:00 કલાકે ગોપાલદાસજી મહારાજનું પૂજન અને આરતી, સાંજે 5:00 કલાકે મહાપ્રસાદ, અને રાત્રે 8:30થી મહેમાનોને આવકાર અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં કલાકારો વિજયભાઈ પરમાર, મનભા ગઢવી, વર્ષાબેન પટેલ, હસમુખભાઈ કુબાવત અને હિતેષભાઇ મહેતા છે. આ સમગ્ર કાર્યક્રમ બજરંગ ધર્મશાળા, જામ દુધઈ, જામનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગોપાલદાસજી મહારાજ સેવા મંડળ દ્વારા સમગ્ર જનતાને અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en