મોરબી : મોરબીના જેતપર રોડ નજીક આવેલા સીરામીક કારખાનામાં ગઈકાલે ટ્રક રિવર્સમાં લેવડાવી રહેલા રાજસ્થાનના કિલીનરનું ટ્રક હેઠળ આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની મોરબી તાલુકા મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કોયો સીરામીક કારખાના રાજસ્થાનનો એક ટ્રક સીરામીક માલ લેવા આવ્યો હતો અને આ ટ્રકનો કિલીનર કાસીદ કમરુદિન ખાન ઉ.વ.20 રહે રાજસ્થાનવાળો આ ટ્રકને કારખનાની અંદર જ રિવર્સ લેવડાવી રહ્યો હતો. ત્યારે આ ક્લીનર ટ્રકની નીચે આવી જતા તેના પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભયું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en