મોરબી : મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મોરબી શહેર - જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ના આર.ટી.વ્યાસની ટીમ દ્વારા બાતમીને આધારે મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૫૨૬૭/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, મુજબના ગુનામાં એક વર્ષથી નાસતા - ફરતા આરોપી જયંતી મેરૂભાઇ સોલંકી દેવીપુજક, રહે. કોટડા નાયાણી, તા.વાંકાનેર, જી.મોરબી વાળાને ઝડપી લઈ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.