મોરબી : મોરબીની રમત ગમત કચેરી ખાતે સિનિયર સિટીજનો માટે ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વાંકાનેરના સિનિયર સિટીઝને મેદાન મારીને પ્રથમક્રમે વિજેતા જાહેર થયા હતા. મોરબી જિલ્લા રમત ગમત કચેરીના અધિકારી પ્રવિણાબેન પાડાવદરા અને પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ.નાકિયા દ્વારા આજે મોરબીની રમત ગમત કચેરી ખાતે સિનિયર સીટીઝન ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેરના સિનિયર સીટીઝન મનસુખભાઈ પુજારા ચેમ્પિયન થયા હતા.જ્યારે મોરબીના સિનિયર સીટીઝન કીર્તિભાઈ જોશી રનર્સઅપ જાહેર થયા હતા. આ ચેસ સ્પર્ધામાં વિનુભાઈ પરમારે ઓવીટર તરીકેની જવાબદારી બખૂબીથી નિભાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en