મોરબી : મોરબીમાં બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં ત્રણને ઇજા પહોંચી હતી.જેમાં લખધીરપુર રોડ ઉપર બે બાઇક વચ્ચેના અકસ્માતમાં બન્ને બાઇક ચાલકને ઇજા થઇ હતી.જ્યારે માળીયા ફાટક પાસે રસ્તો ઓળગતા મહિલાને રીક્ષાની ઠોકરે ઇજા થવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર બાઇકમાં જઈ રહેલા મુકેશભાઈ શિવાભાઈ બરાસરા ઉ.વ.51ને અન્ય બાઈકે હહફેટે લેતા બન્ને બાઇક ચાલકોને ઇજાઓ થવાથી સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યારે અન્ય એક અકસ્માતના બનાવમાં સુરેન્દ્રનગર રહેતા કારીમાંબેન અબ્દુલભાઇ સામતાણી ઉ.વ.60 નામના મહિલા ગઈકાલે માળીયા ફાટક પાસે વસુંધરા હોટલ નજીક ચાલીને રસ્તો ઓળગી રહ્યા હતા .તે સમયે પુરપાટ ઝડપે આવતી રિક્ષાએ હડફેટે લેતા તેમને ઇજાઓ થવાથી સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ બન્ને અકસ્માતના બનાવોની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_39176' align='aligncenter' width='480'] car accident crash cyclist ride a bicycle[/caption]