મોરબી : મોરબીના ભરતનગર પાસે આવેલ એક હોટલના પરિસરમાં કોલસાની ભૂકીમાં સંતાડીને રાખવામાં આવેલ રૂ. ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ ભરતનગર ગામ પાસે આવેલ રામદેવ હોટેલના કમ્પાઉન્ડમાંથી કોલસાની ભૂકીમાં સંતાડવામાં આવેલ ૬૩ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૫,૨૦૦ સાથે મેઘારામ ધોકડરામ ચૌધરીને પકડી પાડી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.