મોરબી : મોરબી જિલ્લામાં વાહન અકસ્માતના બનાવો તથા ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં પોલીસે 254 વાહનોનું ચેકિંગ કરીને રૂ.12220નો દંડ વસૂલ્યો હતો. મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો તથા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વાહન અકસ્માતના બનાવો અને ચોરીના બનાવો અટકાવવા માટે હાથ ધરાયેલી વાહન ચેકિંગ ઝુંબેશમાં કુલ 254 વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનાર 6 વાહનો ડિટેઇન કરાયા હતા અને ટ્રાફિકને અડચણ રૂપ થયા તે રીતે ભયજનક રીતે પાર્ક કરેલા 3 વાહન ચાલકો તથા મોટર વ્હીંકલના કાયદા મુજબ 61 વાહન ચાલકો સામે કેસ કરીને કુલ રૂ.12220નો દંડ કર્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en