ગઈ કાલ રાત્રે નેકનામ પડધરી રોડ ઉપર સીએનજી રીક્ષા અને ફોરવીલ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિના મોત અને ચારને ઇજા થઈ હતી. ઘાયલ વ્યક્તિને પ્રથમ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી અને બાદમાં તેમણે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.જેમાંથી સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વાંકાનેર તાલુકાના દિઘાલીયા ગામના 6 લોકો ધ્રોલ ખાતે કપડાંની ખરીદી કરીને રાતના પાછા ફરી રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થતા શેરસિયા હુસેન અમીભાઈ ઉંમર આશરે 60 વર્ષ અને શેરસિયા ઈલમુદિન નૂરમામદ (ડાડા) ઉંમર વર્ષ આશરે ૩૨ નું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે જ્યારે શેરસિયા અસલમ (ઉ.20), શેરસિયા અશરફ (ઉ.૨૩), વકાલિયા આરીફ (ઉ.૨૪) ને ગંભીર ઇજા પહોંચી છે તેમને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.જેમાંથી શેરસિયા અશરફ ગાજી (ઉ.૨૩)નું પણ મૃત્યુ થતા મૃત્યુ આંક ત્રણે પહોંચ્યો છે. આ ત્રણેય મૃતકો ને આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામેં દફનવિધિ કરવામાં આવી હતી નાના એવા ગામમાં એકીસાથે ત્રણ-ત્રણ જનાઝા નીકળતા સમગ્ર ગામમાં ગમગીનીનું વાતાવરણ સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ બાકીના ત્રણેય ઇજાગ્રસ્તો ભયમુક્ત છે,જેમાંથી બે ને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને એકને થોડી વધુ સારવારની જરૂર હોય તેમને પણ એક-બે દિવસમાં હોસ્પિટલમાં રજા આપી દેવાશે, તે પણ હાલમાં ભયમુક્ત છે.