નાના ઉધોગકારોને ઇન્કમટેક્સમાં રાહત આપતા ઘડિયાળ ઉધોગે બજેટને આવકારદાયક ગણાવ્યું : મધ્યમવર્ગીય અને નાના માટે બજેટ સારું પણ મોરબીની એકેય આશા ન ફળી : ચેમ્બર ઓફ કોમર્સ મોરબી : આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અને મોરબીના જુદા જુદા ઉધોગોએ મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. જેમાં આ બજેટ લોકો માટે સારું છે પરંતુ સીરામીક ઉધોગની એક પણ આશા ન ફળી હોવાનું સીરામીક એસો.એ જણાવ્યું હતું. જ્યારે નાના ઉધોગોને ઇન્કમટેક્સમાં રાહત આપતા ઘડિયાળ ઉધોગો આ બજેટને આવકારદાયક ગણાવ્યું હતું. તેમજ મોરબીની એકેય આશા ફળી ન હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ આ બજેટને મોરબી માટે નિરાશાવાદી હોવાનો સુર વ્યકત કર્યો હતો મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશ ઉઘરેજાએ બજેટ અંગે જણાવ્યું હતું કે આજે રજૂ થયેલું દેશનું કેન્દ્રીય બજેટ ઓલ ઓવર દેશ અને નાના ઉધોગ માટે સારું છે.પરંતુ આ બજેટ મોરબીના સીરામીક ઉધોગને નિરાશ કરનારું છે. કારણ કે સીરામીક ઉધોગની એક પણ માગણી આ બજેટમાં સ્વીકારાઈ નથી. સીરામિક ઉધોગને બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, સીરામીક ઉધોગને અલાયદું ટ્રેડ પ્રમોશન કરવું, નેચરલ ગેસને વેટને બદલે જીએસટીના દાયરામાં લાવી જીએસટીની કર પ્રક્રિયા સરળ બનાવવી સહિતની એકપણ માગણી બજેટમાં સ્વીકારી લેવાય નથી. આમ સીરામીક ઉધોગને બજેટમાં કોઈપણ પ્રકારની રાહત અપાઈ નથી. જયારે મોરબી ઘડિયાલ એસો.ના પ્રમુખ શશાક દંગી જ્ણાવ્યુ હતું કે કેન્દ્રીય બજેટમાં નાના ઉધોગોને ઇન્કમટેક્સમાંથી રાહત આપી છે. તે મોરબીના ઘડિયાળ ઉધોગ માટે ખૂબ જ સારી બાબત છે. કારણકે મોરબીમાં ઘડિયાળના અનેક લઘુ ઉધોગો આવેલા છે. ઇન્કમટેક્સમાં રાહત મળવાથી ઘડિયાળના નાનો ઉધોગોને ફાયદો થશે.આ ઉપરાંત આ બજેટ ખેડૂતલક્ષી છે. ખેડૂત મજબૂત બનશે તો સરવાળે દેશની પણ પ્રગતિ થશે. જયારે ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી ધીરુભાઈ ભોજાણી એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે નાના વેપારીઓ અને મધ્યમવર્ગીય માટે આ બજેટ સરૂ છે પણ મોરબી માટે આ બજેટ નિરાશાજનક છે.કારણ કે મોરબીની એક પણ આશા આ બજેટમાં સાકાર થઈ નથી. લાંબા અંતરની ટ્રેન ફાળવવા કે મોરબીને એરપોર્ટની સુવિધા આપવા સહિતની મોરબીની એક પણ માગણી સ્વીકારાઈ નથી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en