એક કરોડ પડાવીને છૂટાછેડા કરાવનાર બાબુ ડોનને હવે રિવોલ્વર દેખાડવાનું મોંઘુ પડી રહ્યું છે મોરબી : મોરબીમાં ચકચારી એક કરોડથી વધુ રૂપિયા પડાવી લેવાના કેસમાં પોલીસે ચાર આરોપીને ઝડપી લઈને તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે. ગુન્હામાં વપરાયેલ હથિયાર રીકવર કરવાની દિશામાં કરેલી તપાસમાં વધુ એક આરોપીને ઝડપી લેવાયો છે. આરોપીની અટકાયત બાદ આજે કોર્ટમાં રજુ કરતા તા.૧ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જબલપુરના બાબુ ડોન દ્વારા એક કરોડથી વધુની રકમ પડાવી લઈને ધમકી આપવાના કેસમાં પોલીસે તમામ ચાર આરોપીને દબોચી લઈને બાદમાં રિમાન્ડ દરમિયાન ૧.૦૨ કરોડની રોકડ રકમની રીકવરી કરી છે. આ અગાઉ કાર અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લેવાયો છે. જોકે ફરિયાદીએ રિવોલ્વર દેખાડી છૂટાછેડાના કાગળો પર સહી કરાવી તેમજ રૂપિયા પડાવ્યા હોય અને ધમકી આપી હોવાનું જણાવ્યું હતું જેથી ગુન્હામાં વપરાયેલ હથિયાર ક્યાં છે તે રીકવર કરવા પોલીસે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન આરોપી બાબુ ડોનને હથિયાર ધ્રોલનો રામા ભરવાડે આપ્યું હોવાનું ખુલતા એલ.સી.બીની ટીમે રામા ભરવાડની ધરપકડ કરી છે. જોકે હજુ સુધી હથિયાર રીકવર કરવામાં પોલીસને સફળતા મળી નથી. આજે ચાર આરોપીના રિમાન્ડ પુરા થતા ચારેયને જેલહવાલે કરાયા છે. તો રામા ભરવાડને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા તા. ૧ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en