મોરબી : મોરબીના ઘૂંટુ ગામ પાસે ગઈકાલે રાત્રે છરી સાથે શંકાસ્પદ હિલચાલ કરતો શખ્સને મોરબી તાલુકા પોલિસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે ઘુંટુ ગામ પાસે પેટ્રોલીગ કરી રહ્યો હતો તે સમયે ઘુંટુ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક મુસાભાઈ સુમરભાઈ જીદાણી ઉ.વ.49 રહે.વિશિપરા, કેશવાનંદ બાપુના આશ્રમ વાળો શંકાસ્પદ હિલચાલ કરતો હોવાથી પોલીસે તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી ધારદાર છરો મળી આવ્યો હતો.આથી આ શખ્સ કોઈ ગુનાહિત કૃત્ય કરવાની પેરવીમાં હોવાની શંકાના આધારે આ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en