સગા મામા - ફઈના ભાઈ - બહેન વચ્ચેના પ્રેમસંબંધનો કરુંણ અંજામ : સમાજ નહિ સ્વીકારે તેવા ભયથી આપઘાત મોરબી : મોરબીના હરીપર કેરાળા ગામે સગા મામા-ફઈના ભાઈ-બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ સમાજ નહિ સ્વીકારે તેવા ભયથી બંનેએ ઝેરી દવા પી લેતા બંન્નેના મોત નિપજ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના રહેવાસી અને હાલ કેરાળા (હરીપર) ગામે રહીને મજુરી કરતા કોળી પરિવારના યુવાન અશ્વિન જયરામ વડેચા (ઉ.વ.૨૨) અને સુનીતા રણછોડ ઠાકોર (ઉ.વ.૨૦) એ બંને યુવક યુવતીઓએ ઝેરી દવા પી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા. જો કે યુવતીનું મોત થયા બાદ યુવકનું પણ મોત થયું હતું તો આપઘાતના બનાવ અંગે તપાસ ચલાવતા તાલુકા પોલીસના કાનજીભાઈ ચૌહાણ અને જશપાલસિંહ જાડેજાએ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતી બંને મામા ફઈના ભાઈ બહેન થતા હોય જેની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ સમાજ તેના સંબંધ ને નહિ સ્વીકારે તેવા ભયથી બંનેએ દવા પીધી હતી અને બંન્નેના મોત થયા છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.