પોલીસ ચોકીની સામે બનતી આવી રોજિંદી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ મોરબી: કાનૂન કે હાથ બહુત લંબે હોતે હે લેકિન નજર બહુત કમજોર હોતી હે, જેવી ઘટનાઓ વીસી ફાટક પાસે રોજિંદી બની રહી છે. આ લખાય છે ત્યારે ભરબપોરે સાડા બાર વાગ્યે ત્રણ દારૂડિયા ફૂલ ડમડમ થઈને વીસી ફાટક પાસે પડી ગયા છે. ચાલવાનું સાન ભાન ગુમાવી બેસે એટલો ચિક્કાર દારૂ પીને પડેલા દારૂડિયાઓને જોવા રાહદારીઓ ઉભા રહી ગયા છે. ઘણા રાહદારીઓ મોબાઈલથી વિડીઓ ઉતારી રહ્યા છે તો ઘણા લોકો આ વરવી વાસ્તવિકતાના ફોટા પાડી રહ્યા છે. સામેની બાજુ આવેલી પોલીસ ચોકીનો સ્ટાફ આ બનાવથી અજાણ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નજીકમા જ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં છુપી રીતે ખુલ્લેઆમ વેંચતા દારૂ બાબતે પોલીસ તંત્ર અંધારામાં હોય એમ માનવાને કોઈ કારણ નથી. સ્કૂલે આવતી જતી વિદ્યાર્થીનીઓ હંમેશા આવા બેવડાબાજોને કારણે ભયના ઓથાર હેઠળ શાળાએ આવે છે ત્યારે 'ખાખી' તેનો અસલી રંગ બતાવીને આ વિસ્તારના દારૂના દુષણને નાબૂદ કરે તેવી લોકમાંગણી પ્રબળ બની રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en