શહેરની વચ્ચોવચ્ચ અયોધ્યાપુરી રોડ ઉપર ગોરખધંધો શરૂ કરનાર પરપ્રાંતીય એસઓજીની ઝપટે મોરબી : મોરબી શહેરની વચ્ચોવચ્ચ અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ડીગ્રી વગર આશા ક્લિનિક નામનું દવાખાનું શરૂ કરનાર પરપ્રાંતીય ધોડા ડોક્ટરને ઝડપી લેવામાં એસઓજી ટીમને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ડીગ્રી વગર આશા આર્યુવેદીક કલીનીક નામનુ દવાખાનુ બોગસ ડોકટર નકલી ડીગ્રી સાથે ચલાવતો હોવાની બાતમી મળતા મોરબી એસ.ઓ.જી.પો.ઈન્સ. જે.એમ.આલ તથા સ્ટાફ દ્વારા દરોડો પાડી સત્યજીત સુબોધ વિશ્વાસ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. વધુમાં એસઓજી ટીમ દ્વારા દરોડા દરમિયાન મોરબી તાલુકા હેલ્થ ઓફીસર આર.એન.કોટડીયાને સાથે રાખી મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આશા આર્યુવેદીક કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા આરોપી સત્યજીત સુબોધ વિશ્વાસ ઉવ.૨૮ રહે.બેરાબેરીયા તા.જાત્રાપુર જી.નદીયા રાજય વેસ્ટ બંગાલ રહે.હાલ અયોધ્યાપુરી મેઇન રોડ. આશા આર્યુવેદીક કલીનક મોરબીવાળો મેડીકલ પ્રેકટીસ કરવા માટે બનાવટી (નકલી) મેડીકલ ડીગ્રી સર્ટીફીકેટ દસ્તાવેજ કલીનીકમાં રાખી જે બનાવટી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી પોતાના આશા આર્યુવેદીક કલીનીકમાં સારવાર માટે આવતા દર્દીઓને ડોકટરની ડીગ્રી ન હોવા છતા સારવાર આપી મેડીકલ પ્રેકટીશ કરી માનવ જીંદગી સાથે ચેડા કરી તેમજ એલોપેથિક તથા આર્યદેવીક દવાઓનો જથ્થો કિ.રૂ.૧૫૧૪નો રાખી મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩, ગુજરાત મેડીકલ કાઉન્સીલર એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫(૩), ઇ.પી.કો.કલમ ૩૩૬,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. આ કામગીરી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.આલ, પો.હેડ.કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, ફારૂકભાઇ પટેલ, ઇશ્વરભાઇ કરોતરા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ.ભરતસિંહ ડાભી, વિજયભાઇ ખીમાણીયા તથા પ્રિયંકાબેન પૈજા સાહિતનાઓએ કરી હતી.