મોરબી: મોરબી નવલખી રોડ અકસ્માત ઝોન બનતો જાય છે આમ છતાં તંત્ર દ્વારા તકેદારીના કોઈ પગલાં ન લેવાતા રોજબરોજના અકસ્માતો સામાન્ય બની ગયા છે જેમાં આજે મોરબી નવલખી ફાટક પાસે એક ટ્રકે ડબલ સવારી મોટરસાયકલને અડફેટે લેતા બાઈક પાછળ બેઠેલ શખ્સ ઘવાયો હતો. મોરબી નવલખી ફાટક પાસે સાદુળકાના રહેવાસી દિલીપ કાનજી ભાઈ પાચોટીયા પોતાનું મોટર સાયકલ નં.GJ 36E 5463 માં ઉમેશભાઈ રૂમાલિયાને બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નં. GJ 03 BT 8500ના ડ્રાયવરે મોટર સાઈકલને ટક્કર મારતા ઉમેશભાઈને જમણા પગમાં ફ્રેકચર સહિતની નાની મોટી ઇજા થઇ હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટતા મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેના પી.એસ.આઈ. કે.એચ.રાવલે ટ્રક નંબરના આધારે ડ્રાયવરની શોધખોળ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en