પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્પર્ધાનું આયોજન મોરબી: મોરબીમાં આવેલા નર્મદા બાલઘર દ્વારા સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને દાતા ભરતભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનને અનુલક્ષીને સંગીત સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સંસ્થા મોરબીના બાળકોમાં છેલ્લા 15 વર્ષોથી રચનાત્મકતા રેડવાનું કાર્ય રહી છે. નર્મદા બાલઘર ખાતે છેલ્લા દિવસોમાં જુદા જુદા રાઉન્ડમાં સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંસ્થાના સંચાલક ટ્રસ્ટી સી. પી. ભાઈ, જ્યોતિબેન અને સાગરભાઈની રાહબર હેઠળ યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે હિનલ મકવાણા, દ્વિતીય ક્રમે અવની ગોસ્વામી અને તૃતીય ક્રમે જ્યોતિબા જાડેજા આવ્યા હતા, સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમાંકો પ્રાપ્ત કરનારને શિલ્ડ તથા ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 14 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થામાં સંગીત શીખવનાર શિક્ષક રિયાઝ મીરે જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી રાજઘરાનાના અખ્તરભાઈ વાલેરા, કનકબેન ઓઝા અને વિશ્વેશભાઈ પંડ્યાએ કામગીરી બજાવી હતી. આ સ્પર્ધાના દિવસો દરમિયાન આર્કિટેક્ટ વિનોદભાઈ માકેસણાં, ડો. સતિષભાઈ પટેલ, ડો. દિનેશભાઇ મણિયાર, અનિલભાઈ મહેતા, ડો.આશિષભાઇ ત્રિવેદી, કવિ બિપીનભાઈ મધુર, ડો. ભાવનાબેન જાની, સુધીરભાઈ દફતરી, પ્રો. રામભાઈ વારોતરિયા તથા મોરબીના સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ભટ્ટે કર્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en