તારીખ 31 સુધી ફ્રી ઓપીડીનુ આયોજન મોરબી : મોરબીની પૂજા હોસ્પિટલમાં આગામી તા. ૩૧મી સુધી સ્વ. પ્રિત આદ્રોજાને શ્રધાંજલિ નિમિતે વિનામૂલ્યે તપાસ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ગત તા. ૨૪ ને ગુરૂવારના રોજ ડો. દિનેશભાઇ પટેલના ભાણેજ પ્રિત ભરતભાઇ આદ્રોજાનું નિધન થયું હતું. જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે આગામી તા. ૩૧ સુધી ડો. પૂજા બાળકોની હોસ્પિટલમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે તપાસી દેવામાં આવશે. આ સાથે તપાસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવાર, બુધવાર અને ગુરૂવારે તપાસ બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી કરવામાં આવશે. તેમ ડો. દિનેશભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en