મોરબી : મોરબીના કન્ડક્ટર સુનિલભાઈ પૈજાનું એસટી વિભાગના એમડી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ સુનિલભાઈ પૈજા પર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે. અમદાવાદના નરોડા ખાતે એસટી વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર સોનલબેન મિશ્રાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી એસટી ડેપોમા ફરજ બજાવતા કન્ડક્ટર સુનિલભાઈ પૈજાનું પ્રામાણિક અને સરાહનીય કામગીરી બદલ એમડી સોનલબેન મિશ્રાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en