મૂળ કચ્છના અને હાલ વાંકાનેરમાં રહેતાં ભાનુશાળી પરિવારમાં ચિ. અજયના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ અને ડાંડિયારાસમાં મળેલ ઘોરની કુલ રકમ રૂ. ૧૧૬૦૦૦ ગૌશાળાને દાનમાં આપી સમાજને એક નવો રાહ બતાવેલ છે આ ભાનુશાળી પરિવાર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિથી સંપૂર્ણ પણે વાકેફ છે અને ગૌશાળાની હાલની પરિસ્થિતિ જોતાં ગૌવંશને નિભાવવાના આશયથી લગ્નમાં ચાંદલા રૂપે મળેલ બધી રકમ ગૌશાળાને અર્પણ કરેલ છે અને સમાજને આ દુષ્કાળગ્રસ્ત વાતાવરણમાં સંદેશો આપેલ છે કે શક્ય હોય ત્યાં સુધી હાલની પરિસ્થિતિમાં ગૌશાળાને મદદરૂપ બનવા પ્રયાસ કરજો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en