વાંકાનેર : શહેરના પ્રતાપ રોડ પર રહેતા શનિરાજસિંહ મયુરસિંહ સરવૈયાના પ્રતાપ રોડ સામેની શેરીમાં આવેલી અને તેના જ કબ્જા વાળી ઓરડીમાંથી ૭૫૦ એમ.એલની પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની ૧૬ બોટલ ઝડપાઇ છે. એ.એસ.આઈ વનરાજસિંહ ઝાલા, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા,સમરથસિંહ ઝાલા, હરેશભાઇ આગલ તેમજ પો.કોન્સ. અરવિંદભાઈ ઓળકીયાને મળેલી ચોક્કસ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે ઝડતી લેતા ૪૮૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે નાસી છૂટેલા આરોપીને શોધવાની કવાયત વાંકાનેર પો.સ્ટેના પો.સબ.ઇન્સ. આર.પી.જાડેજાએ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en