મોરબી : ૨૬મી જાન્યુઆરી અંતર્ગત લાયન્સ ક્લબ ઑફ મોરબી સીટી દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રજાસતાક દિવસની ઉજવણી ધામધૂમથી લાયન્સનગર પ્રાથમિક શાળામાં કરવામા આવી. જેમા ધ્વજવંદન બાદ ૨૨૫ જેટલા વિધાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ પ્રસાદ આપીને ક્લબના પ્રમુખ રમેશભાઈ રૂપાલાએ સહુને પ્રજાસતાક પર્વની શુભેછા પાઠવી. આ નિમિતે આયોજિત કાર્યક્રમમાં સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, પ્રોજેક્ટ ચેરમેન ટી.સી.ફૂલતરીયા તેમજ લાયન નાનજીભાઈ મોરડીયાએ ઉપસ્થિત રહી સર્વેને શુભેછા પાઠવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en