જી.પ.ની પ્રયોગિક શાળા અને ગિબ્સન મિડલ સ્કૂલમાં આન બાન સાન સાથે ત્રિરંગો લહેરાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મોરબી જિલ્લા પંચાયતની પ્રયોગિક શાળા અને ગિબ્સન મિડલ સ્કૂલમાં આન બાન સાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. આ બન્ને શાળાઓમાં પ્રજાસત્તાક પર્વ નિમતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બન્ને શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્ભક્તિના ગાન સાથે ત્રિરંગાને ગૌરવપૂર્વક સલામી આપી હતી. આ તકે સ્વાતંત્ર્યસેનાનીઓની દેશભકિતને યાદ કરી તેમના દેશભકિતના વિચારોને જીવનમાં ગ્રહણ કરવાની વિદ્યાર્થીઓને શીખ અપાઈ હતી.અને વિદ્યાર્થીઓમાં દેશભાવના મજબૂત બનાવવાનું આહવાન કરાયું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en