ટંકારા : સમગ્ર ટંકારા તાલુકામાં ૭૦માં પ્રજાસત્તાક પર્વની ભારે ધામધૂમ તેમજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રબળ રાષ્ટ્રભાવના સાથે તાલુકાના દરેક ગામની શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. દરેક ગામડાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની વિભાવના વ્યક્ત કરતા અનેક કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા કક્ષાએ છતર ગામે મામલતદારે ધ્વજવંદન કર્યું હતું. જ્યારે ટંકારા શહેર અને તાલુકાના દરેક ગામડામાં ૨૬મી જાન્યુઆરી અંતર્ગત ગણતંત્ર પર્વની ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવાના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ગ્રામ્યપ્રજામાં અને ખાસ કરીને યુવાધનમાં રાષ્ટ્રપ્રેમની ઉમદા ભાવના ત્રાદ્રશ્ય છતી જોવા મળી હતી .ટંકારાના છતર ગામે મામલતદાર પંડયા દ્વારા ધ્વજવંદન કર્યું હતું અને પિ.એસ.આઈ દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઈ હતી . બાદમા પોલીસ પરેડનુ નિરીક્ષણ અને રાષ્ટ્રભકિત વ્યક્ત કરતા કાર્યક્રમ તેમજ અંગકસરતના વિવિધ કરતબો યુવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરની તાલુકા પ્રા.શાળા, કન્યાશાળા, ગાયત્રીનગર શાળા, લાઇફલિંકસ વિધાલય, સરદાર સ્કૂલ તાલુકા પંચાયત સિવિલ કોર્ટના જજ યાદવ સાહેબે બાર એસોસીએશનની સાથે ધ્વજવંદન કર્યું હતું . તાલુકાના જબલપુર, હરબટિયાળી, મિતાણા, વિરપર, લજાઇ, સરાયા, નેસડા, લખધીરગઠ , ટોળ, અમરાપર, , ગજડી, સહિતના દરેક ગામડામાં પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ પ્રસ્થાપિત કરીને ધ્વજ વંદન કરાયુ હતુ. દરેક ગામડામાં રાષ્ટ્રીય ભાવનાની મશાલ કાયમી પ્રજવલિત રહે તેવા ભાવ સાથે અનેક દેશભકિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના સમાપન સમયે મિઠાઇ વહેચીને એકબીજાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en