મોરબી : વિવિધ રમતોમાં રાજ્યકક્ષાએ ભાગ લેનાર મહિલા ખેલાડીઓને સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવા નક્કી કરાયું હોય મોરબી જિલ્લાના મહિલા ખેલાડીઓ પાસે અરજી મંગાવવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં. ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને મોરબી જિલ્લાના મહિલા ખેલાડીઓએ સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઋષભ નગર – ૨, બ્લોક નં. ૩૭ મોરબી-૨ ની કચેરી રૂબરૂ અથવા પોષ્ટથી તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં પહોચતી કરવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુમાં વર્ષ – ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en [gallery ids='23214']