પિતાએ પાનનો ગલ્લો ચલાવી પુત્રને ભણાવ્યો મોરબી : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, તેવી કહેવત અનુસાર એક ઉદાહરણ સામે આવ્યું છે મોરબી તાલુકાના નારણકા ગામમાં રહેતા અને પાન-માવાનો ગલ્લો તથા મંદિર ની પુજા કરનાર પરેશભાઇ અમુભાઇ ગૌસ્વામીનો પુત્ર અભય ગૌસ્વામીએ ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ જેમાં ચાટર્ડ એકાઉન્ટન્સી (સી.એ.)ની પરીક્ષા પાસ કરી ઉત્તીર્ણ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. આ તકે અભય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મારી આ સીએની મુસાફરી સહેલી તો નહોતી પણ બધાના સાથ અને સહકારથી આ કાર્ય કરવાનું શક્ય બન્યું છે મારી આ મુસાફરીમાં મારા માતા-પિતા ગુરૂજનો તથા મારા મિત્રોનો ખાસ સહકાર રહ્યો છે જેમનો હું ખુબ આભારી છું સી.એ.નો કોર્સ લાંબો છે પરંતુ પરફેશન સાથે મહેનત કરો તો અઘરુ નથી લાગતુ. મે નારણકા ગામની જ પ્રાથમિક શાળામાં ૧ થી ૭ સુધીનો અભ્યાસ મેં શિક્ષક દેવરાજભાઇ કારોલિયા પાસે કરેલ જેમણે અમને શિસ્ત ની પરીભાષા શીખવી વધુ અભ્યાસ વિનય વિદ્યા મંદિરમાં મને ગુજરાતી અક્ષર સુધારવા અને ક્યારેક માર તો ક્યારેક હસાવનાર શિક્ષક કીરીટભાઇ કાનગઢ મળ્યા બાદમાં મને સીએ ફોર્સ કરી મારી પાછળ યર્થાત મહેનત કરી મને માર્ગદર્શક જસવંતભાઇ મીરાણી સાહેબએ આપ્યું જેમના બધા થકી હું આજ સીએ બની ચુક્યો છું આ તકે તેમના માતા હિનાબેન ગૌસ્વામી એ જણાવેલ કે બાળકને ખાલી શાળામાં મુકવાથી ભણાવાતા નથી માતાની મહેનત પણ એટલી જ જરૂરી છે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરવું તેમના પર ધ્યાન આપવું અને તેમના પુત્રની રાત-દિવસની મહેનત રંગ લાવી એવો આનંદ વ્યક્ત કરેલ હતો મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en