ટાઇન પ્લાનિંગ કમિટીની મુદત પૂરી થઈ જવા છતાં બેઠક બોલાવવા અંગે પ્રમુખે વાંધો ઉઠાવ્યા બાદ મીટીંગ ચાલુ થયાની 10 મિનિટ બાદ કલેક્ટરનો મનાઈ હુકમનો લેટર આવ્યો : મીટીંગમાં ટી.પી.કમિટીની તમામ સતાઓ કલેકટરને સોંપી દેવાયાનું જાહેર કર્યું મોરબી : મોરબી પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મુદત પૂરી થઈ જવા છતાં આ ટી.પી કમિટીની બેઠક બોલાવવા મામલે પ્રમુખે વાંધો ઉઠાવતા આ બાબતે ભારે વિવાદ થયો હતો. જો કે ટી.પી. કમિટીની બેઠક નિર્ધારિત સમયે મળી હતી. આ બેઠકમાં તમામ નિર્ણય કલેકટર હસ્તક કરવાની બહાલી આપવામા આવી હતી. જો કે આ બેઠક ચાલુ થયાની 10 મિનિટે કલેક્ટરનો મનાઈ હુકમ આવ્યો હતો.પરંતુ તે પહેલાં ટાઉન પ્લાનિંગ કમિટીની તમામ સતાઓને કલેકટરને સોંપી દેવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ શાસિત મોરબી નગર પાલિકામાં હજુ જૂની ભાજપે રચેલી કમિટીઓ અસ્તિત્વમાં હોય આજે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ચબાડે મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ટાઉન પ્લાનિંગ કમિટીની અગત્યની બેઠક બોલાવી હતી. આથી પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ આ ટાઉન પ્લાનિંગ કમિટીની મુદત પૂરી થઈ જવા છતાં તેની બેઠક બોલાવવા અંગે વાંધો ઉઠાવીને નગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ બેઠક પર મનાઈ હુકમ લાદવાની માંગ કરી હતી. પરંતુ નગરપાલિકાના કમિશનરે આ અંગેની સતા કલેકટર પાસે હોવાનું જણાવતા પાલિકા પ્રમુખે તેમની સમક્ષ રજૂઆત કરી હતી. આથી ટી.પી.કમિટીની બેઠક યોજાઇ તે પૂર્વે જ આ મામલે પાલિકાનું રાજકારણ ભારે ગરમાયુ હતું. જ્યારે ટાઉન પ્લાનિંગના ચેરમેન પ્રકાશ ચબાડે કલેકટરને પત્ર લખીને વિકાસ કર્યોની જરૂરિયાતને ધ્યાને નીતિ વિષયક નિર્ણયો કરવા આ બેઠક યોજવા દેવાની માંગ કરી હતી. જો કે આ મામલે કલેક્ટરનો હુકમ આવે તે પહેલાં આ ટી.પી.કમિટીની બેઠકમાં બિનખેતી, આસમીઓ તરફથી મળેલી ઓનલાઇન પરવાનગી સહિતના ઠરાવો પસાર કરીને આ તમામ નીતિ વિષયક નિર્ણયો કલેકટર હસ્તક સોંપી દેવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મીટીંગ ચાલુ થયાના દસ મિનિટ ચીફ ઓફિસરે આ બેઠક પર કલેકટરે મનાઈ હુકમ લાદી દીધાનું જાહેર કર્યું હતું. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે તેમના સહિત સક્ષમ ત્રણ અધિકારીની આ બેઠકમાં હાજરી હોવી જરૂરી છે. પરેતું આ કમિટીની મુદત પૂરી થઈ ગયા છતાં બેઠક યોજતા હવે કલેકટરે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. એકેય અધિકારી હાજર ન રહ્યા હોય તેથી આ કમિટીના બેઠક વેલીડ ગણાશે નહિ મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en