પ્રાદેશિક નગર પાલિકા કમિશનરના આદેશને પગલે ગાંધીધામ ચીફ ઓફિસર મોરબી દોડી આવ્યા મોરબી : મોરબી નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા નબળા રોડ રસ્તા અને શૌચાલયના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે આજે ગાંધીધામ ચીફ ઓફિસર મોરબી પાલિકામાં તપાસ માટે દોડી આવતા પાલિકા કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ મોરબી નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા વિવિધ રોડ-રસ્તા થોડા સમયમાં જ તૂટી જતા આ મામલે પ્રાદેશિક નગર પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી, આ ઉપરાંત બહુ ચર્ચિત શૌચાલય બનાવવાના કામોમાં પણ ગેરરીતિ અંગે ફરિયાદ ઉઠતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન પ્રાદેશિક નગર પાલિકા કમિશનર દ્વારા આ ગંભીર ફરિયાદ મામલે ગાંધીધામ નગર પાલિકા ચીફ ઓફિસરને તપાસ સોંપતા આજે ગાંધીધામ ચીફ ઓફિસર મોરબી દોડી આવ્યા હતા અને શૌચાલય અને નબળા રોડ રસ્તાના કામ મામલે લગત ફાઈલોની તપાસ શરૂ કરતાં મોરબી નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en