હળવદ : હળવદ પોલીસ મથકના ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ રેન્જની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા-ફરતા આરોપી અસલમ ઉર્ફે અસલો હાજીભાઇ ખોડ રહે.ભીમસર વાળાની હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી ધોરણસર અટક કરી હળવદ પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en