એક માત્ર જાહેર મુતરડી ઓન કોઈ હરામખોરે તોડી નાખતા ગ્રામજનોમાં રોષ ટંકારા : ટંકારાની સમખાવા પૂરતી એક માત્ર જાહેર મુતરડીને અદેખા તત્વોએ તોડી પાડતા સૂ...સૂ... કરવાની સુવિધા ઝુટવાઈ જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે, જો કે, આ મુદ્દે પંચાયતે મૌન સેવ્યું છે અને જાહેર મુતરડીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા નઠારા તત્વોને પકડી મેથી પાક ચખાડવા લોકોમાં માંગ ઉઠી છે. ટંકારા શહેરના દયાનંદ સરસ્વતી ચોકમાં પંચાયત ઘરની બાજુ મા આવેલી એકમાત્ર લધુશંકા કરવાની મુતરડીમા કોઈ આવારા તત્વો દ્વારા તોડફોડ કરી નાખી છે અને રીતસરનો આંતક મચાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવા છતાં આ બાબતે સૌ અજાણ હોવાનું નાટક કરી રહ્યા છે અને પંચાયતે પણ તપાસ કરવાની જહેમત લીધી નથી ત્યારે આવા લોકોને છૂટો દોર મળી ગયો છે. જોકે ગામ લોકોએ આ કુત્યુ કરનારને પકડી ઉધાડો પાડવાની માંગ કરી છે આ ધટના ને પગલે એક વાત સ્પષ્ટ છે કે ટંકારા મધ્યમા આવેલી એક સવલત પણ હાલ છીનવાઈ ગઈ છે પંચાયતે તો આ પડેલ કચરો સાફ કરવાની પણ મહેનત ન લેતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. [gallery size='medium' ids='44283,44284']